Saturday, September 4, 2010

૬૪માં સ્વાતંત્ર્યદિન ની ઉજવણી

મેઘપર પ્રા. શાળા ખાતે ૬૪માં સ્વાતંત્ર્યદિન ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી. સરપંચ શ્રીમતિ કુંવરબેન મહેસ્વરી ના હસ્તે ધ્વજ વંદન બાદ ખેલકુદ હરિફાઇ ૢ વર્ગ સુશોભન હરિફાઇ અને હાલાઇ નાનજી નારાણ તરફ થી ધો. ૧ થી ૭ માં પ્રથમૢદ્વિતિય અને તૃતિય આવનાર બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. શાળાને L.C.D. મોનીટર વાઘજીયાણી હરજી કાનજી તરફ T.V. ટયુનર કાર્ડ્અને સાઉંડ કાર્ડ અને હોમ થીયેટર ના દાતા વાઘજીયાણી મુકેશ નારાણ તેમજ રબારી રામા સોમા તરફ થી કેશીયો ભેટ મળેલ જેમનું આભાર માનવા માં આવ્યું. આ કાર્યક્રમ માં વાઘજીયાણી હરજી કાનજી તરફ થી એક કોમ્પુટર શાળાને ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી. શાળાના દરેક બાળક ને દશ - દશ રુપીયા કેરાઇ દેવજી નારાણ અને વાઘજીયાણી ધનજી દેવજી તરફથી આપવામાં આવ્યા. ખેલકુદ હરિફાઇ અને વર્ગ સુશોભન હરિફાઇ માં વિજેતાને ઇનામો આપવામાં આવ્યા.

Friday, September 3, 2010

C.R.C.કક્ષાના વિજ્ઞાનમેળા માં ભાગ લેતા બાળકો.

C.R.C. કક્ષા નો વિજ્ઞનમેળો ભારાપર ખાતે યોજાઇ ગયો . જેમાં મેઘપર શાળા ના બાળકો એ પ્રદુષણ મુકત ઉર્જા વિભાગ માં સોલાર વોટર હિટર ની ક્રુતિ રજુ કરી હતી. વિજ્ઞાનમેળા ની મુલાકાત લેનાર મુલાકાતીઓને બાળકો એ સોલાર વોટર હિટર ની રચના કાર્યપ્રણાલી અને સિધાંત વિશે સમજ આપી હતી. વિજ્ઞાનમેળા માં બી.આર.સી. કોર્ડિનેટર શ્રી ભુપેશભાઇ ગોસ્વામી મિરજાપર સી.આર્.સી. નાનજીભાઇ જાજાણી એ બાળકો ની કૃતિ નિહાળી હતી અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

Sunday, August 29, 2010

P.G.V.C.L. ની ચિત્ર હરિફાઇ માં મેઘપર શાળા એ લીધેલ ભાગ

P.G.V.C.L. દહિંસરા દ્વારા સ્વણિમ ગુજરાત અંતર્ગત ચિત્ર હરિફાઇ યોજાઇ ગઇ. જેમાં મેઘપર શાળા નાં બાળકોએ ભાગ લીધો હતો . આજુબાજુ ના પંદર જેટ્લા ગામો માંથી ૨૦૦ જેટ્લા વિધાથીઓ એ ભાગ લીધો હતો જેમાં મેઘપર શાળા બાળક ત્રીજા સ્થાને આવ્યો હતો.

Monday, June 21, 2010

મેઘપર ગામ વિશેની કેટલીક રસપ્રદ મહિતી શું તમે જાણો છો

આપણા ગામ મેઘપર વિશે આપ કેટલું જાણો છો
તો ચાલો આપણે આપણા ગામ ની લેટેસ્ટ માહિતી જાણીએ.
મેઘપર ઉતર અક્ષાંસ ૨૩.૦૬.૩૪.૯૪
મેઘપર પુર્વ રેખાંશ ૬૯.૩૩.૫૨.૬૮
મેઘપર ની સમુદ્ર થી ઉંચાઇ ૯ મીટર
ગ્રીનીજ મીન ટાઇમ ૧૫.૦૪.૩૦ એટલે કે ગ્રીનીજ મીન ટાઇમ તફાવત +૦૩.૦૪.૩૦
ગામ ની વસ્તી કુલ કુટુંબ ૪૮૪
કુલ વસ્તી પુરુષો ૧૨૫૭ સ્ત્રી ૧૧૮૭ કુલ ૨૪૪૪
તે પૈકી બાળકો ( ૧૫ વર્ષ થી નાના ) કુમાર ૩૫૪ કન્યા ૩૨૦ કુલ ૬૭૪

Friday, June 18, 2010

નવા પ્રવેશ મેળવનાર બળકોને શૈક્ષણિક સધનોની કિટ વિતરણ કરતા શ્રી ગોહિલ સહેબ.

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૦

મેઘપર શળા ૧ અને ૨ નું શળા પ્રવેશોત્સવ ૨૦૧૦ કાર્યાક્રમ તા.૧૭/૦૬/૨૦૧૦ ના યોજાઇ ગયો.આ કાર્યાક્રમમાં જિલ્લા ગ્રામ વિકસ એજંસી ના નિયામક શ્રી ગોહિલ સહેબ અને તાલુકા માંથી શ્રી પટેલ સાહેબ પધાર્યા હતા.બંને શાળા નાં સર્વે મુજબ ૫૫ બાળકો પૈકી ૫૩ બાળકો પ્રવેશ મેળવવા તૈયર થઇ હાજર રહયા. જન્મ તારીખ મુજબ તે દિવસે કુલ ૪૧ બાળકો નું નામાંકન સ્થળ પર કરવા માં આવ્યું. નવા પ્રવેશ્પાત્ર તમામ બાળકો ને શૈક્ષણિક સાધનોની કિટ નું મહેમનો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ધો. ૧ થી ૩ માં ઉતિર્ણ થયેલા બાળકો ને ઇનામો આપવામાં આવ્યા. બળકોને શિક્ષ્યવ્રુતિ નું વિતરણ કરવામાં આવ્યું. બાળકો દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજુ સરવામાં આવ્યું.

Saturday, June 12, 2010

શાળા પ્રવેશોત્સવ અંગે વી.ઇ.સી. બેઠક

આગામી શાળા પ્રવેશોત્સવ અંગે ની બેઠક તા.૧૫/૦૬/૨૦૧૦ ના સવારે ૯-૦૦ કલાકે બોલાવવા માં આવી

નવા સત્ર નું પ્રારંભ

નવા શૈક્ષણિક સત્ર નું પ્રારંભ તા.૧૪/૦૬/૨૦૧૦ ના સવારે ૭-૪૫ થી થવા જઇ રહયું છે. સત્ર ની શરુઆત માં શાળા પ્રવેશોત્સવ ની તૈયારી થઇ રહી

Saturday, May 1, 2010

સ્વર્ણિમ ગુજરાત વર્ષ ઉજવણી

સ્વર્ણિમ ગુજરાત વર્ષ ઉજવણી પ્રસંગે મેઘપર ખાતે સાંજે સાડા છ વાગે ગામના વથાણ ચોક માં જયઘોષ કરવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા હતા. રાત્રે સરકારી ઈમારતો પર રોશની કરવામાં આવી હતી.

સ્વર્ણિમ ગુજરાત ઉજવણી દરમ્યાન જય્ ઘોષ

સ્વર્ણિમ ગુજરાત ની ઉજવણી ની પુર્વ સંધ્યા એ શાળા માં રોશની


Thursday, April 29, 2010

શાળાનો પરિણામ ૭/૫/૨૦૦૧૦ ના છે.

Saturday, March 20, 2010

Meghpar school arranged Aakash Darshan program

Meghpar school has arranged Aakash Darshan program in feb. With the help of Narendra gor,director of kutch astronomars club

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .