શ્રી મેઘપર પ્રાથમિક શાળા નું શૈક્ષણિક પ્રવાસ તા. ૧૮/૦૨/૨૦૧૨ ના રોજ આયોજીત કરવામાં આવ્યો. સવારે ૮-૩૦ કલાકે શાળાના પ્રાંગણ માંથી પ્રવાસ માટે રવાના થયા હતા. સૌ પ્રથમ અદાણી પાવર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોને વિધુત ઉત્પાદન પ્રક્રિયા પાવર પ્લાન્ટના મેનેજમેંટ દ્વારા સમજાવવામાં આવ્યું. ત્યાં થી ધ્રબુડી તીર્થ રવાના થયા હતા. ધ્રબુડી તીર્થમાં દર્શન અને ભોજનબાદ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ક્રાંતિતીર્થની મુલાકાત લેવામાં આવી જેમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા ની જીવન ઝરમર અને ઇતિહાસ બાળકોને જાણવા મળ્યું.
ત્યાંથી ગોધરા ખાતે અંબેધામ ના દર્શન કરી પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રવાસમાંથી પાછા ફરતાં માંડવીના દરિયાકિનારાની લિજ્જ્ત માણી હતી.