શ્રી મેઘપર શાળાના બાળકો સી.આર.સી. કક્ષાના કલા મહોત્સવમાં ઉતમ દેખાવ કરીને, બ્લોક કક્ષાની હરિફાઇ માટે પસંદગી પામ્યા હતા. બી.આર.સી. ભવન - ભુજ ખાતે સમગ્ર ભુજ તાલુકા માંથી બ્લોક કક્ષાના કલા મહોત્સવમાં બાળકોએ ભાગ લીધો હતો. આ કલા મહોત્સવમાં મેઘપર શાળાના બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને કાવ્ય લેખન - પઠન હરિફાઇમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેમણે સુંદર દેખાવ કર્યો હતો. બ્લોક કક્ષાના કલા મહોત્સવમાં તાલુકા શિક્ષણાધિકારી શ્રી મહેશભાઇ પરમાર સાહેબે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે બી.આર.સી. કોર્ડિનેટરશ્રી હરિભા સોઢાએ માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.સી. મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.