Sunday, March 25, 2012

મીના કાર્યક્રમ અંતર્ગત મહિલા દિનની ઉજવણી.




આંતરરાષ્ટ્રીય મહિલા દિને શ્રી મેઘપર શાળા માં મીના કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓ માટે વિવિધ હરિફાઇઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. મીના કાર્યક્રમ અંનવ્યે આરતી શણગારવી સલાડ ડેકોરેશન અને એક મિનિટ જેવી હરિફાઇઓ યોજવામાં આવી હતી. બાલિકાઓ એ હોંશભેર ભાગ લીધો હતો અને શાળા ના બાળકોએ તેને માણ્યો હતો . વિજેતાઓને આ પ્રસંગે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .

શાળા માં યોજાયેલ આકાશ દર્શન કાર્યક્રમ


શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે ૨૨ મર્ચ ના રોજ આકાશ દર્શન કાર્યક્રમ યોજાઇ ગયો . કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલ્બ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ ગોર ને શાળા ના આચાર્યશ્રી અનિલભાઇ દરજી એ આવકાર્યા હતા . વિધાર્થીઓને તેમણે એલ.સી.ડી. પ્રોજેક્ટર પર બ્રહ્માંડની વિશાળત્તા સમજવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓની ક્વીઝ સ્પર્ધા રાખવામાં આવી હતી . રાત્રે આકાશ દર્શન માટે શાળાની છત પર વિધાર્થીઓને તારાજૂથ રાશીઓ અને નક્ષત્રોની સમજ આપી તેનો  આકાશમાં સ્થાન બતાવવામાં આવ્યા હતા. શકિતશાળી ટેલિસ્કોપ વડે ગુરૂ ગ્રહ અને તેના ઉપગ્રહો બતાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓરિયન નેબુલા પણ ટેલિસ્કોપ જોવા મળી હતી. આકાશદર્શન માં વિધાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતાૢ

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .