Sunday, March 25, 2012

શાળા માં યોજાયેલ આકાશ દર્શન કાર્યક્રમ


શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે ૨૨ મર્ચ ના રોજ આકાશ દર્શન કાર્યક્રમ યોજાઇ ગયો . કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલ્બ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ ગોર ને શાળા ના આચાર્યશ્રી અનિલભાઇ દરજી એ આવકાર્યા હતા . વિધાર્થીઓને તેમણે એલ.સી.ડી. પ્રોજેક્ટર પર બ્રહ્માંડની વિશાળત્તા સમજવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓની ક્વીઝ સ્પર્ધા રાખવામાં આવી હતી . રાત્રે આકાશ દર્શન માટે શાળાની છત પર વિધાર્થીઓને તારાજૂથ રાશીઓ અને નક્ષત્રોની સમજ આપી તેનો  આકાશમાં સ્થાન બતાવવામાં આવ્યા હતા. શકિતશાળી ટેલિસ્કોપ વડે ગુરૂ ગ્રહ અને તેના ઉપગ્રહો બતાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓરિયન નેબુલા પણ ટેલિસ્કોપ જોવા મળી હતી. આકાશદર્શન માં વિધાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતાૢ

No comments:

Post a Comment

મેઘપર શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...