મેઘપર શાળાને 100 લીટર કેપેસીટીનું વોટરકુલર, સ્માર્ટ ટીવી અને બાળકોને ગણવેશ આપનાર દાતાઓનો સન્માન અને બાળકો દ્વારા હસ્તલિખિત અંક " આસ્વાદ" નું વિમોચન કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાર્યક્રમ ના પ્રમુખસ્થાને સરપંચ શ્રીમતિ વનિતાબેન હાલાઇ, મુખ્યમહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઇ પરમાર, અતિથિ વિશેષ શ્રી કટારીયા સાહેબ, શ્રી હરિસિંહ જાડેજા, શ્રી રશ્મિકાંત પંડયા, શ્રી ભુપેશભાઇ ગોસ્વામી, શ્રી ધીરજભાઇ ઠક્કર, શ્રી નયનસિંહ જાડેજા, શ્રી ઘનશ્યામસિંહ જાડેજા, શ્રી ઉમેશભાઇ ઠક્કર, શ્રી જિગ્નેશભાઇ જાની, શ્રીમતિ હયાતિબેન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવાર કેશરાભાઇ હાલાઇ, નાનજીભાઇ હાલાઇ અને સ્વ.શ્રી ધનજી શામજી હિરાણી નો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદભાઇ હાલાઇ, જાદવાભાઇ હાલાઇ તથા માવજીભાઇ હાલાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દહિંસરા ગૃપ શાળાના ભૂ.પૂ. આચાર્ય સ્વ.શ્રી સેવંતિલાલ ભાઇ ના આકસ્મિક અવસાન થવાથી ભુજ તાલુકા શિક્ષક સમાજ તરફથી તેમના પરિવાર ને મૃતક સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દહિંસરા ગૃપ શાળા અને નારાણપર સી.આર.સી. હેઠળની શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા,
No comments:
Post a Comment