મેઘપર શાળા માં ૬૨ માં પ્રજાસ્તાક દિન ની ખુબજોરદાર ઉજવણી કરવામાં આવી. સરપંચશ્રી ના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માં આવ્યા.શાળાની બાળાઓ એ સરસ મજાના રાસ ગરબા રજુ કર્યા. બાળકોએ ગુજરાતી ૢ અંગ્રેજી ૢઅને કચ્છી નાટક રજુ કર્યા હતા. અંગ્રેજી શિક્ષણને વધુ ગુણવતા સભર બનાવવામાટેખાસ અંગ્રેજી શીખવવા માટે શૈક્ષણિક સાધનો થી ભરપૂર એવું અંગ્રેજી પ્લે રૂમ શાળાના શિક્ષકો દ્વારા બનાવવા માં આવ્યું જેનું ઉદઘાટન મેઘપર ગ્રામ વિકાસ સમિતિ ના પ્રમુખ શ્રી પ્રેમજી કરશન હલાઇ ના વરદ હસ્તે કરવા માં આવ્યું.બાળકોને બિસ્કિટ ની લહાણી ઉપસરપંચ શ્રી મુરજી રતના હાલાઇ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમ ની સમાપ્તિ બાદગ્રામ્ય શિક્ષણ સમિતિ વાલી મંડળ માતા મંડળ અને બાંધકામ સમિતિ ની સંયુક્ત બેઠક મળી જેમાં મુ .શિ .શ્રીદ્વારા શાળા રંગરોગાન કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી . જેને ગામ ના એન . આર.આઇ . પરિવાર શ્રી નારાણ ધનજી હાલાઇ એ શાળા રંગરોગાન કરવા સાથ સહકાર આપવા તૈયારી દર્શાવી હતી.
No comments:
Post a Comment