આંતરરાષ્ટ્રીય મહિલા દિને શ્રી મેઘપર શાળા માં મીના કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓ માટે વિવિધ હરિફાઇઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. મીના કાર્યક્રમ અંનવ્યે આરતી શણગારવી સલાડ ડેકોરેશન અને એક મિનિટ જેવી હરિફાઇઓ યોજવામાં આવી હતી. બાલિકાઓ એ હોંશભેર ભાગ લીધો હતો અને શાળા ના બાળકોએ તેને માણ્યો હતો . વિજેતાઓને આ પ્રસંગે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .
Sunday, March 25, 2012
શાળા માં યોજાયેલ આકાશ દર્શન કાર્યક્રમ
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે ૨૨ મર્ચ ના રોજ આકાશ દર્શન કાર્યક્રમ યોજાઇ ગયો . કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલ્બ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ ગોર ને શાળા ના આચાર્યશ્રી અનિલભાઇ દરજી એ આવકાર્યા હતા . વિધાર્થીઓને તેમણે એલ.સી.ડી. પ્રોજેક્ટર પર બ્રહ્માંડની વિશાળત્તા સમજવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓની ક્વીઝ સ્પર્ધા રાખવામાં આવી હતી . રાત્રે આકાશ દર્શન માટે શાળાની છત પર વિધાર્થીઓને તારાજૂથ રાશીઓ અને નક્ષત્રોની સમજ આપી તેનો આકાશમાં સ્થાન બતાવવામાં આવ્યા હતા. શકિતશાળી ટેલિસ્કોપ વડે ગુરૂ ગ્રહ અને તેના ઉપગ્રહો બતાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓરિયન નેબુલા પણ ટેલિસ્કોપ જોવા મળી હતી. આકાશદર્શન માં વિધાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતાૢ
Monday, February 20, 2012
શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૨
શ્રી મેઘપર પ્રાથમિક શાળા નું શૈક્ષણિક પ્રવાસ તા. ૧૮/૦૨/૨૦૧૨ ના રોજ આયોજીત કરવામાં આવ્યો. સવારે ૮-૩૦ કલાકે શાળાના પ્રાંગણ માંથી પ્રવાસ માટે રવાના થયા હતા. સૌ પ્રથમ અદાણી પાવર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોને વિધુત ઉત્પાદન પ્રક્રિયા પાવર પ્લાન્ટના મેનેજમેંટ દ્વારા સમજાવવામાં આવ્યું. ત્યાં થી ધ્રબુડી તીર્થ રવાના થયા હતા. ધ્રબુડી તીર્થમાં દર્શન અને ભોજનબાદ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ક્રાંતિતીર્થની મુલાકાત લેવામાં આવી જેમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા ની જીવન ઝરમર અને ઇતિહાસ બાળકોને જાણવા મળ્યું.
ત્યાંથી ગોધરા ખાતે અંબેધામ ના દર્શન કરી પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રવાસમાંથી પાછા ફરતાં માંડવીના દરિયાકિનારાની લિજ્જ્ત માણી હતી.
ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન
શ્રી મેઘપર પં.પ્રાથમિક શાળા -૧ ખાતે ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા તા.૧૧/૦૨/૨૦૧૨ શનિવારે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાન ના પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. ઉચ્ચ પ્રાથમિક માં અભ્યાસ કરતા વિધાર્થીઓ એ પ્રયોગો રજુ કરયા હતા. આ પ્રદર્શન માં ૩૨ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. તેમને પ્રોત્સાહિત કરવા એસ.એમ.સી. ના સભ્યો વાલીઓ વગેરે હાજર રહ્યા હતા.
Saturday, January 28, 2012
૬૩ મા પ્રજાસ્તાકદિન ની ઉજવણી
શ્રી મેઘપર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ૬૩ મા પ્રજાસ્તાકદિન ની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી.
ગામના નવનિર્વાચિત સરપંચશ્રી હિરાલાલભાઇ દેવજી હિરાણી એ ધ્વજવંદન કરાવ્યું હતં . આ પ્રસંગે શાળાના બાળકોએ સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યું હ્તું .
આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોમ્પયુટર એડેડ લર્નિંગ અંતર્ગત શાળામાં શરૂ થયેલ ૧૧ કોમ્પયુટર સાથે ની લેબનું યુવા સરપંચશ્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વ. ધનજી શામજી હિરાણી પરિવાર દ્વારા શાળાને R.O. પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી . તેમજ કોમ્પયુટર લેબ ની સલામતી માટે ગ્રીલ બેસાડવા માટે શ્રી નાથા કલ્યાણ વાઘજીયાણી દ્વારા બેસાડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી .
ગામના નવનિર્વાચિત સરપંચશ્રી હિરાલાલભાઇ દેવજી હિરાણી એ ધ્વજવંદન કરાવ્યું હતં . આ પ્રસંગે શાળાના બાળકોએ સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યું હ્તું .
આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોમ્પયુટર એડેડ લર્નિંગ અંતર્ગત શાળામાં શરૂ થયેલ ૧૧ કોમ્પયુટર સાથે ની લેબનું યુવા સરપંચશ્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વ. ધનજી શામજી હિરાણી પરિવાર દ્વારા શાળાને R.O. પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી . તેમજ કોમ્પયુટર લેબ ની સલામતી માટે ગ્રીલ બેસાડવા માટે શ્રી નાથા કલ્યાણ વાઘજીયાણી દ્વારા બેસાડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી .
ગુણોત્સવ ૨૦૧૧ નાં સંસ્મરણો
શ્રી મેઘપર પ્રા. શાળા - ૧ ખાતે ગુણોત્સવ ૨૦૧૧ પ્રસંગે સરદાર સરોવર નિગમ ગાંધીનગર થી શ્રી પી.એમ. શાહ સાહેબ પધાર્યા હતા . તેઓએ શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું . તેઓએ શાળાનું ભૌતિક અને શૈક્ષણિક માહોલ જોઇ ખુશ થયા હતા તેમજ શિક્ષણને હજુ વધુ અસરકારક બનાવવાના હકારત્મક સુચનો પણ કર્યા હતા. બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી કેશુભાઇ પારસિયા પણ હાજર રહ્યા હતા. તેમણે વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આવકાર ઇન્વેસ્ટમેન્ટ તરફથી ડિઝીટલ એલ.સી.ડી. માઇક્રોસ્કોપ શ્રી જીતેન્દ્રભાઇ વાઘજીયાણીએ શાળાને અર્પણ કર્યું હતું.
Subscribe to:
Posts (Atom)
તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.
આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .
-
મેઘપર શાળા ખાતે ૭૦મા પ્રજાસતાક દિન પર્વની ધામધુમ થી ઉજવણી કરવામા આવી. ધ્વજવંદન, દિકરીને નામ દેશને સલામ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ...
-
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ - ૨ ની નિદાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું. જે મુજબ મેઘપર શાળામાં ધોરણ - ૨ ની નિદાન કસોટી તા. ૩૧ જ...