શ્રી મેઘપર પ્રા. શાળા - ૧ ખાતે ગુણોત્સવ ૨૦૧૧ પ્રસંગે સરદાર સરોવર નિગમ ગાંધીનગર થી શ્રી પી.એમ. શાહ સાહેબ પધાર્યા હતા . તેઓએ શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું . તેઓએ શાળાનું ભૌતિક અને શૈક્ષણિક માહોલ જોઇ ખુશ થયા હતા તેમજ શિક્ષણને હજુ વધુ અસરકારક બનાવવાના હકારત્મક સુચનો પણ કર્યા હતા. બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી કેશુભાઇ પારસિયા પણ હાજર રહ્યા હતા. તેમણે વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આવકાર ઇન્વેસ્ટમેન્ટ તરફથી ડિઝીટલ એલ.સી.ડી. માઇક્રોસ્કોપ શ્રી જીતેન્દ્રભાઇ વાઘજીયાણીએ શાળાને અર્પણ કર્યું હતું.
No comments:
Post a Comment