Saturday, January 28, 2012

૬૩ મા પ્રજાસ્તાકદિન ની ઉજવણી

શ્રી મેઘપર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ૬૩ મા પ્રજાસ્તાકદિન ની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી.

ગામના નવનિર્વાચિત સરપંચશ્રી હિરાલાલભાઇ દેવજી હિરાણી એ ધ્વજવંદન કરાવ્યું હતં . આ પ્રસંગે શાળાના બાળકોએ સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યું હ્તું .








આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોમ્પયુટર એડેડ લર્નિંગ અંતર્ગત શાળામાં શરૂ થયેલ ૧૧ કોમ્પયુટર સાથે ની લેબનું યુવા સરપંચશ્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે સ્વ. ધનજી શામજી હિરાણી પરિવાર દ્વારા શાળાને R.O. પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી . તેમજ કોમ્પયુટર લેબ ની સલામતી માટે ગ્રીલ બેસાડવા માટે શ્રી નાથા કલ્યાણ વાઘજીયાણી દ્વારા બેસાડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી .

ગુણોત્સવ ૨૦૧૧ નાં સંસ્મરણો

શ્રી મેઘપર પ્રા. શાળા - ૧ ખાતે ગુણોત્સવ ૨૦૧૧ પ્રસંગે સરદાર સરોવર નિગમ ગાંધીનગર થી શ્રી પી.એમ. શાહ સાહેબ પધાર્યા હતા . તેઓએ શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું . તેઓએ શાળાનું ભૌતિક અને શૈક્ષણિક માહોલ જોઇ ખુશ થયા હતા તેમજ શિક્ષણને હજુ વધુ અસરકારક બનાવવાના હકારત્મક સુચનો પણ કર્યા હતા. બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી કેશુભાઇ પારસિયા પણ હાજર રહ્યા હતા. તેમણે વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આવકાર ઇન્વેસ્ટમેન્ટ તરફથી ડિઝીટલ એલ.સી.ડી. માઇક્રોસ્કોપ શ્રી જીતેન્દ્રભાઇ વાઘજીયાણીએ શાળાને અર્પણ કર્યું હતું.

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .