મેઘપર શાળા માં ૬૨ માં પ્રજાસ્તાક દિન ની ખુબજોરદાર ઉજવણી કરવામાં આવી. સરપંચશ્રી ના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માં આવ્યા.શાળાની બાળાઓ એ સરસ મજાના રાસ ગરબા રજુ કર્યા. બાળકોએ ગુજરાતી ૢ અંગ્રેજી ૢઅને કચ્છી નાટક રજુ કર્યા હતા. અંગ્રેજી શિક્ષણને વધુ ગુણવતા સભર બનાવવામાટેખાસ અંગ્રેજી શીખવવા માટે શૈક્ષણિક સાધનો થી ભરપૂર એવું અંગ્રેજી પ્લે રૂમ શાળાના શિક્ષકો દ્વારા બનાવવા માં આવ્યું જેનું ઉદઘાટન મેઘપર ગ્રામ વિકાસ સમિતિ ના પ્રમુખ શ્રી પ્રેમજી કરશન હલાઇ ના વરદ હસ્તે કરવા માં આવ્યું.બાળકોને બિસ્કિટ ની લહાણી ઉપસરપંચ શ્રી મુરજી રતના હાલાઇ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમ ની સમાપ્તિ બાદગ્રામ્ય શિક્ષણ સમિતિ વાલી મંડળ માતા મંડળ અને બાંધકામ સમિતિ ની સંયુક્ત બેઠક મળી જેમાં મુ .શિ .શ્રીદ્વારા શાળા રંગરોગાન કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી . જેને ગામ ના એન . આર.આઇ . પરિવાર શ્રી નારાણ ધનજી હાલાઇ એ શાળા રંગરોગાન કરવા સાથ સહકાર આપવા તૈયારી દર્શાવી હતી.
Saturday, January 29, 2011
ગુણોત્સવ ૨૦૧૦ માં શાળા એ કરેલ ઉતમ પ્રદર્શન
ગુણોત્સવ ૨૦૧૦ અંતર્ગત શ્રી મેઘપર પ્રાથમિક શાળા નું મુલ્યાંકન કરવા માટે પાણી પુરવઠાકચેરી ભુજ થી શ્રી એલ. જે. ફફલ સાહેબ પધાર્યા હતા. તેઓ શ્રી શાળાના મકાન શાળાની ભૌતિક સુવિધાઓ અને શિક્ષણ થી પ્રભાવિત થયા હતા. તેઓશ્રીએ શાળાનું ભૌતિક અને શૈક્ષણિક મુલ્યાંકન કર્યું હતું. સવાર્ ના યોગ થી સાંજ ના સાંસ્ક્રુતિક કાર્યક્રમ સુધી તેઓએ સમગ્ર મુલ્યાંકન કર્યું હતું.
Subscribe to:
Comments (Atom)
ચટાકેદાર ચણાચાટ
મેઘપર શાળા ના ધોરણ 4 ના બાળકો એ તેમના પર્યાવરણ વિષય ની પ્રવૃત્તિ " ચટાકેદાર ચણાચાટ" ની પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકો ઘરે થી લાવેલ ચ...
-
મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં ...
-
શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના બાલવાટિકા થી ધોરણ - 4 સુધી ના બાળકોની નદી કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવ ના પરિસરમાં આવેલ બગીચામાં પિકનિક નું આયોજન...
-
ગામ: મેઘપર તારીખ: 15 ઓગસ્ટ, 2025 સ્થળ: મેઘપર શાળા મેઘપર ગામની શાળામાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાં ગા...



