Saturday, December 27, 2025

મેઘપર પ્રાથમિક શાળાના બાળકોનો પ્રવાસ -

 મેઘપર શાળાનાં બાળકોનો શૈક્ષણિક પ્રવાસ કોટેશ્વર, નારાયણસરોવર, લખપત, ગુનેરી ની શિવ ગુફા અને સિયોતની બૌધ ગુફાઓ તથા માતાના મઢ નો આતોજન કરવામાં આવ્યો.

સવારે ૬-૪૫ એ મેઘપર થી નીકળી ૧૧-૦૦ કલાકે પહોંચયા હતા. શીવ મંદિરના દર્શન કરીને ભારત ની પશ્ચિમ સીમા જોઇ હતી. તે વિસ્તાર ના ભૌગોલિક મહત્વ વિશે જાણ્યા હતા. નારાયણ સરોવર સિંધુ નદી સમુદ્રને મળતી વખતે જે મીઠા પાણીનું સરોવર રચાતું તેની માહિતિ મેળવી. નારાયણસરોવર માં ત્રિકમરાય ના દર્શન કરીને બાળકોએ સ્વામિનારાયણ મંદિર નારાયણસરોવર  ખાતે ભોજન કરીને થોડી વાર આરામ કર્યો હતો. ત્યારબાદ લખપત જવા રવાના થયા.

લખપત પહોંચીને લખપત નો ઇતિહાસ જાણયો હતો. નગર ની રચના તેના પુરાતત્વીય અવશેષો અને નકશો જોયો.   ભવ્ય કિલ્લા પર ચડ્યા હતા. લખપત બંદર અને સિંધુ નદી જે સ્થળે સમુદ્ર ને મળતી તે જગ્યા જોઇ. ઇ.સ. 1819ના ભુકંપ બાદ અલ્લાહ બંધની રચના અને બંદર ની પડતી વિશે જાણ્યું. ત્યારબાદ શીખ ધર્મ ના સ્થાપક ગુરુ નાનક્દેવ અહીં પધાર્યા હતા અને ગુરુદ્વારાની સ્થાપના કરી તે ગુરુદ્વારા જોયું. શીખધર્મ , ગ્રંથસાહેબ અને શીખ ધર્મ વિશે માહિતગાર થયા. 

ત્યાંથી ગુનેરીની શીવ ગુફા અને સિયોત ની પૌરાણીક બૌધ ગુફાઓ જોઇ હતી. ત્યાંથી માતાના મઢ માં આશાપુરા માતાજી ના દર્શન કરી રાત્રીભોજન - પ્રસાદ લીધું. થોડી ખરીદી બાદ ઘરે પરત ફરવા નીકળ્યા. રાત્રે ૧૨-૦૦ વાગે સૌ મેઘપર પરત ફર્યા. શાંક્ષણિક પ્રવાસ આનંદમય અને માહિતીપ્રદ રહ્યું.

ફોટો જોવા અહિં ક્લિક કરો

1 comment:

વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" વકતૃત્વ સ્પર્ધા.

 ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ઉપક્રમે વિકસિત ભારત અંતર્ગત "25 કરોડ બાળકો ના સપના નું ભારત" ...