Monday, February 20, 2012

શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૨

શ્રી મેઘપર પ્રાથમિક શાળા નું શૈક્ષણિક પ્રવાસ તા. ૧૮/૦૨/૨૦૧૨ ના રોજ આયોજીત કરવામાં આવ્યો. સવારે ૮-૩૦ કલાકે શાળાના પ્રાંગણ માંથી પ્રવાસ માટે રવાના થયા હતા. સૌ પ્રથમ અદાણી પાવર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોને વિધુત ઉત્પાદન પ્રક્રિયા પાવર પ્લાન્ટના મેનેજમેંટ દ્વારા સમજાવવામાં આવ્યું. ત્યાં થી ધ્રબુડી તીર્થ રવાના થયા હતા. ધ્રબુડી તીર્થમાં દર્શન અને ભોજનબાદ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ક્રાંતિતીર્થની મુલાકાત લેવામાં આવી જેમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા ની જીવન ઝરમર અને ઇતિહાસ બાળકોને જાણવા મળ્યું. 


ત્યાંથી ગોધરા ખાતે અંબેધામ ના દર્શન કરી પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રવાસમાંથી પાછા ફરતાં માંડવીના દરિયાકિનારાની લિજ્જ્ત માણી હતી.

બાલમેળો ૨૦૧૨

શ્રી મેઘપર શાળા ૧/૨ નો બાલમેળો તા. ૧૭/૦૨/૨૦૧૨ ના યોજાઇ ગયો. બાલમેળામાં જાદુઇ નગરી વેશભુષા હુન્નર વિભાગ મહેંદીકામ પુઠાંકામ કાગળકામ ચિટકકામ માટીકામ ચિત્રકામ અને રંગોળી જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ખાણીપીણીના સ્ટોલ અને રામહાટ જેવી પ્રવૃતિઓ પણ કરી હતી. બાળકોએ ખુબ આનંદ માણ્યો હતો.

ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન

શ્રી મેઘપર પં.પ્રાથમિક શાળા -૧ ખાતે ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા તા.૧૧/૦૨/૨૦૧૨ શનિવારે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાન ના પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. ઉચ્ચ પ્રાથમિક માં અભ્યાસ કરતા વિધાર્થીઓ એ પ્રયોગો રજુ કરયા હતા. આ પ્રદર્શન માં ૩૨ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. તેમને પ્રોત્સાહિત કરવા એસ.એમ.સી. ના સભ્યો વાલીઓ વગેરે હાજર રહ્યા હતા.

તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .