શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧ મેઘપર શાળા ૧ અને ૨ નું સંયુક્ત રીતે શાળા નંબર ૧ ખાતે યોજાઇ ગયો. વહેલી સવારે પ્રભાત ફેરીથી ગામ ની શેરીઓને સુત્રોચ્ચાર થી ગજવવા માં આવી.વાલીઓ નવપ્રવેશ મેળવનાર બાળકો ને ગામની બાલમંદિર ના પ્રાંગણમાં લાવ્યા હતા. ત્યાંથી બાળકોને શણગારેલા ટ્રેકટર પર બેસાડી તેમની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકો વાલીઓ અને ગામના આગેવાનો જોડાયા હતા. શાળા માં તેમનું કુંમકુંમ ચાંદલા વડે સ્વાગત કરવામાં બરાબર ૯ ૩૦ કલાકે શ્રી મકવાણા સાહેબ અને શ્રી તન્ના સાહેબ પધાર્યા તેમજ શ્રી નવીનભાઇ પાંચાણી ભુતપુર્વ કચ્છ જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન પણ પધાર્યા હતા. સૌ મહેમાનો નું સ્વાગત પુસ્તક વડે કરવામાં આવ્યું.બાળકોનેશૈક્ષણિક કિટ નું વિતરણ કરવા માં આવ્યું.સા.શૈ.પ.વર્ગના બાળકોને શિષ્યવ્રુતિ વિતરણ કરવામાં આવી. પધારેલા મહેમાનોએ આર્શિવચન આપ્યા હતાપ્
Subscribe to:
Post Comments (Atom)
તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.
આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .
-
મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના ઓરી અને રૂબેલા જેવા રોગોથી બચવા અને આ રોગોને નેસ્તનાબુદ કરવાના અભિયાન ના ભાગ રૂપે ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ...
-
મેઘપર શાળામાં બાલ સંસદની ચુંટણી યોજાઇ ગઇ. ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી. વર્ગ પ્રતિનિધિ, મહિલા પ્રતિનિધિ અને જનરલ સેક્રેટરી ન...
No comments:
Post a Comment